વિષ રમત - 34

(211)
  • 1.4k
  • 1
  • 694

અનિકેત ની આંખો ની સામે ન સમજી શકાય એવો અજબ નો ખેલ ચાલી રહ્યો હતો . ગુપ્ત ભોંયરા નો દરવાજો તો ખુલી ગયો હતો પણ રામલાલ અને બજરંગી અંશુમાન ના આવવા ની રાહ જોઈ રહ્યા હતા .. અંશુમાન ઝડપથી ચાલતો ..અલબત્ત ઝડપથી દોડતો ત્યાં આવ્યો હતો ..અનિકેત આ બધું જોઈ રહ્યો હતો અંશુમાન ત્યાં આવ્યો એટલે એને પોતાના પેન્ટ ના ખીસા માંથી એક પેન્સિલ ટોર્ચ કાઢી અને પેલી દીવાલ ખસી ને દરવાજો થઇ ગયો હતો એ બાજુ ટોર્ચ ચાલુ કરી ત્રણેવ જાણ ઝડપથી એ દરવાજા માં ગયા .અનિકેત ને અહીં સુધી બધું દેખાયું .. એ લોકો દરવાજા માં ગયા એટલે