માણસને ક્યારેક જીવનના એવા ય તબક્કા માંથી પસાર થવું પડે છે, જ્યાં તેની સમજણ અને હિંમત તૂટી ને ભૂક્કો થઇ જાય છે.છતાં એ ભાંગીને ભૂક્કો થઈ ગયેલા માણસ જ્યારે બેઠો થવા મથતા હોય ત્યારે જે હાથ મદદે આવે ત્યારે માણસ તે હાથને 'મિત્રતા' કહે છે.અનંત અને આરાધના બન્ને એ આજ સુધી આ હાથને મજબૂતાઈ થી પકડી રાખ્યા હતા. નાનપણ થી લઈ આજ સુધીના જીવતરમાં અનંત અને આરાધના વચ્ચે અનેક વખત લડાઈ ઝધડો થયા હશે પરંતુ આજ સુધી એવુ એક પણ પરિબળ સફળ થયુ ન હતુ કે અનંત અને આરાધનાની દોસ્તીની વચ્ચે તિરાડ પાડી શકે.