કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 138

  • 276
  • 88

બેભાનીની અવસ્થામાંથી શિવાંગ બહાર ખેંચાઈ આવ્યો...તે પોતાની જગ્યા ઉપરથી સફાળો ઉભો થઇ ગયો અને માધુરીના ગાલને સ્પર્શ કરવા લાગ્યો અને તેને કહેવા લાગ્યો, "ક્યાં ચાલી ગઈ હતી તું મને છોડીને... હવે અમને છોડીને ક્યાંય ન જતી અને આ જો..આ જો..આ તારી દીકરી છે..પરી તે ચોવીસ વર્ષની થઈ ગઈ છે...જો તે બિલકુલ તારા જેવી જ લાગે છે..તારો જ અંશ..."શિવાંગ જાણે પાગલની માફક માધુરીની સૂઝ બૂજને ઢંઢોળી રહ્યો હતો...તેને માટે તો આ તેની તપશ્વર્યાનો અંત હતો.. તેની વર્ષો જૂની ખેવના આજે પૂર્ણ વિરામના મુકામે પહોંચી હતી...તેની ખુશી આજે આકાશને આંબી ગયો હોય તેટલી હદે પહોંચી ગઈ હતી...શું કરવું અને શું ન કરવું