જુગલબંધી..પ્રેમની જુગલબંધી.. પ્રેમમય વિચાર વર્તનની જુગલબંધી...જુગલબંધીથી બધાં પરિચિત જ છે.. ગાયકી.. રાગ.. સંગીતની.. વાજીંત્રોની.. ગાયકી શહનાઈની.. તબલા સારંગીની.. વીણા સાથે રાગની....આમજ.. પ્રેમની જુગલબંધી.. પ્રેમલક્ષણાં ભક્તિની.. ભક્ત ભગવાનની.. પ્રિયતમની પ્રિયતમા સાથેની.. પુત્રની માબાપની..અરે.. આમ સબંધોનાં જુદા જુદા પ્રેમ સ્વરૂપની જુગલબંધી દિલમાં જોઈ... જાણીને.. ઉતરી છે એનું લેખન શબ્દો થકી ઉતારી રહ્યો છું.. પ્રેમ જુગલબંધીના પ્રેમમાં ભીંજવવા માંગુ છું....પ્રેમસાગરમાં ડુબાવવા માંગુ છું.. આ આલ્હાદક ડૂબકી અદભૂત છે ઈશ્વરના સાનિધ્યમાં ઉપાસના જેવી છે...પ્રિયતમનો પ્રણય એવો દિલ ભીંજવી નાંખે એવો હોય અને પ્રિયતમાનાં તન મન સાથે આંખ ભીંજાઈ જાય છે એક અનોખી જુગલબંધી અનુભવાય છે.. પ્રેમનો સમર્પિત ભાવ બન્નેને ભાવાવેશમાં પાગલ બનાવે છે સ્વર્ગીય