મેઘરાજા ઉત્સવ

  • 352
  • 88

લેખ:- મેઘરાજા ઉત્સવલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆખાય ભારતમાં આ તહેવાર માત્ર ભરૂચમાં ઉજવાય છે. આમ તો ઘોઘારાવ તહેવાર સ્વરૂપે છડી નૉમનો તહેવાર ભારતનાં ઘણાં વિસ્તારોમાં ઉજવાય છે, પરંતુ મેઘરાજા ઉત્સવ માત્ર ભરૂચમાં જ ઉજવાય છે. ભરૂચમાં વસતાં ભૉઈ(જાદવ), ખારવા અને વાલ્મિકી સમાજનાં લોકો આ તહેવાર ઉજવે છે. મેઘરાજાની મૂર્તિ માટીમાંથી બનાવવામાં આવે છે.ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી મેઘરાજાનો મેળો ભરાતો આવે છે. આ ઉપરાંત મોટો ભોઈવાડ, ખારવાવાડ તથા લાલબજાર હરીજન વાસમાં આવેલા ઘોઘારાવ મહારાજના મંદિરમાં દર વર્ષે શ્રાવણ વદ સાતમથી શ્રાવણ વદ દસમ સુધી છડી તહેવાર ઉજવવામાં આવે છે. સાથે મેળો પણ ભરાય છે.છડી નોમનો દિવસ ઘોઘારાવ મહારાજનો પ્રાગટય દિવસ છે.