મિસ્ટર બીટકોઈન - 29

  • 594
  • 270

પ્રકરણ: 29         એકદિવસ સવારે દસ વાગ્યા આજુબાજુ રુદ્રા બેઠો બેઠો ઇકોનોમિક ટાઈમ વાંચી રહ્યો હતો. આજે તેના મમ્મી પપ્પા એક ફેમેલી ફંક્શનમાં ગયા હતા આથી રુદ્રા જલ્દી ઉઠ્યો હતો. તેની પાસે અત્યારે કરવા જેવું કશુ નહોતું. આથી તેને ટાઈમપાસ માટે ઇ.ટી ઉપાડ્યું હતું. તેમાં તેને એક ઇન્ટરવ્યૂ જોયું. તેને તે વાંચ્યું. અચાનક તેને એક વિચાર આવ્યો. તેને દિયાને જ્યારે દિલ્હી મળવા ગયો હતો એ દિવસ યાદ આવ્યો. રુદ્રા ઉભો થયો અને એક ન્યૂઝચેનલમાં કોલ કર્યો. તેને તેમને જણાવ્યું કે તે ઇન્ટરવ્યૂ આપવા તૈયાર છે. જો તે લેવા માંગતા હોય તો શકય એટલી જલ્દી તેની ઓફિસે આવી જાય.