પ્રકરણ:28 રુદ્રાએ ડોકટર અને રુદ્રા બન્ને સામે વારાફરતી જોયું.તે બન્નેના ચહેરા પર ચિંતા હતી,તે રુદ્રા જોઈ શકતો હતો.તેને થોડીવાર બન્નેના હાવભાવ નોટિસ કર્યા.ડોકટર શર્મા અત્યારે રુદ્રા સાથે કઈ રીતે વાતની શરૂઆત કરવી તેની અસમંજસમાં હતા.તેમને મહેશભાઈ સામે જોયું.તેમની આખોમાં નમી હતી.રુદ્રા કળી શકતો હતો કે કંઈક ખોટું છે.તેને સમજાતું હતું કે બન્ને કઈક કહેવા માંગે છે પણ કહી શકતા નથી.મહેશભાઈએ ડોકટરના ખભા પર હાથ મૂકીને વાત કરવા કહ્યું. ડોક્ટરે રુદ્રા સામે રિપોર્ટ ધર્યો.રુદ્રાએ તે લીધો.ડોક્ટરે ઈશારામાં જ તેને વાંચવા માટે કહ્યું. રુદ્રાએ તે ફાયલ ખોલી. પેલો રિપોર્ટ જનરલ સી.બી.સીનો હતો. રુદ્રાએ તે