મિસ્ટર બીટકોઈન - 27

  • 348
  • 116

     પ્રકરણ:27        જ્યારે રિંગ જઇ રહી હતી.ત્યારે તેની ધડકન ખૂબ જોરથી ચાલી રહી હતી. રુદ્રા આજે દિયાના કોલમાં પણ ગભરાઈ રહ્યો હતો. સામેથી કોલ રિસીવ થયો.      "હેલો કોણ?"સામેથી અવાજ આવ્યો. એ એજ અવાજ હતો. રુદ્રા તે અવાજ ઓળખતો હતો. તે અવાજ આજે પણ બદલ્યો નહોતો. એજ મધુરતા, એજ કર્ણપ્રિયતા, એજ સુરતા બધું એમનું એમ જ હતું. થોડીવાર પહેલા ગભરાતા રુદ્રાને હવે બધું પોતીકું લાગવા લાગયી હતું. તે સ્વર સાથેનો સબંધ ઘણો જૂની હતો. તેની સાથે તેને આખી આખી રાત વાત કરેલી હતી. તે અવાજ સાંભળતા જ તેની બધી ગભરાહટ દૂર થઈ.