પ્રકરણ:26 રુદ્રા બેઠો બેઠો બહારનું વાતાવરણ જોઈ રહ્યો હતો. ત્યાં જતા વાહનોને જોઈ રહ્યો હતો. તે વિચારી રહ્યો હતો કે લોકોને આટલી શુ જલ્દી હશે. આ ભાગતી દુનિયા શુ કોઈ માટે ઉભી રહેતી હશે? તે લોકોને એક મૂર્તિની જેમ જોઈ રહ્યો હતો. તેને થતું હતું કે જો લોકો આટલા વ્યસ્ત છે તો આ રોજ રોજના ઝગડા કેમ થતા હશે? એ છોડો ઝગડા થતા હોય તેને જોવા માટે સમય કાઢી લે છે પણ ટ્રાફિકમાં હોર્ન મારી મારીને બધાને પરેશાન કર્યા કરે છે. તેને જમતા જમતા બે છોકરા રોડ પર કઈક વેચી રહ્યા હતાં. તે તેમની તરફ