પ્રકરણ:23 "કોણ હતું આ રુદ્રા?"મહેશભાઈએ પૂછ્યું. રુદ્રાએ મોબાઈલ સ્ક્રીન તેના પપ્પા સામે કરી તે નામ વાંચી તેઓના આખે અંધારા આવી ગયા.તેઓ કઈક વિચારે એ પહેલાં ફરી ફોન રણક્યો.રુદ્રાએ ફોન ઉપાડ્યો. "હાલો રુદ્રા મેં ઇન્કવાયરી કરી છે ડોન્ટ વરી સોમવાર સુધી તું કેસમાંથી બહાર હોઈશ. તે પહેલાં થોડું અઘરું છે અને તને જેલ ન મોકલવામાં બધા પર પ્રશ્નો ઉઠી શકે છે સો બેટર છે કે તું છત્રીસ કલાક જેલમાં રહી જા.બાકી હું જોઈ લઈશ" સામેથી એ જ ઘેરો અવાજ આવ્યો "ઠીક છે પણ એમને કહેજો કે મને કોઈ