પ્રકરણ:21 રુદ્રાએ પંચમહાલમાં એક બંગલો ખરીદ્યો હતો. તે દિયાના લગ્ન બાદ તરત જ પંચમહાલ ગયો હતો. તેને એક બંગલો ત્યાં પસંદ કર્યો હતો. તે બંગલો જંગલથી થોડો અંદર હતો. ત્યાં લગભગ પ્રાકૃતિકની જે આઇડિયલ ડેફીનેશન અપાય છે તે બધું હતું. જેમ કે બાંગલાની પાછળ એક નદી હતી.અને આજુબાજુનો વિસ્તાર પથરાળ હતો. તેની સાથે જ રુદ્રાએ જોઈ આશ્ચર્યચકિત થયો હતો કે ત્યાં રહેલી નદીનું પાણી એ હદે ચોખ્ખું હતું કે નીચે રહેલ ગોળ પથ્થર એકદમ સ્વચ્છ દેખાઈ રહયા હતા. તે બાંગલાના માલિકે જણાવ્યું હતું કે તે નદી સીધી પહાડોમાથી વહે છે અને દૂર ગામોમાં જાય છે અહીં