પ્રકરણ-20 રુદ્રા જયારે વેડિંગ ડેસ્ટિનેશન પર પહોંચ્યો ત્યારે દિયા તેની રાહ જોઇને જ ઉભી હતી.રુદ્રા જ્યારે નીકળ્યો ત્યારે તેને દિયાને મેસેજ કર્યો હતો.રુદ્રાની ગાડી જોઈ ત્યાં લોકોની ભીડ લાગી હતી.રુદ્રા નીચે ઉતાર્યો ત્યારે બોડીગાર્ડે તેના માટે રસ્તો કર્યો હતો.તે સીધો દિયા પાસે ગયો હતો. "હેલો મી.બીટકોઈન તું સમય પહેલા પહોંચી ગયો હો" દિયાએ હસતા હસતા કહ્યું. "અરે પહોંચું જ ને! તારો બેસ્ટફ્રેન્ડ જો છું." "આ બોડીગાર્ડ ન લાવ્યો હોત તો ન ચાલે?" દિયાએ ધીમેથી કહ્યું. "તને સાચે એવું લાગે છે" રુદ્રાએ ત્યાં એકઠી થયેલી ભીડને જોઈને કહ્યું.