પ્રકરણ:18 રુદ્રા હવે વ્યગ્ર થઈ રહ્યો હતો.ત્યાં અચાનક પોલીસનું આગમન થાય છે.રુદ્રાને તેમને જોઈ હાશ થાય છે.તેઓ ભીડ હટાવી રહયા હતા. તેઓએ રુદ્રા માટે રસ્તો બનાવી આપ્યો હતો. "મિસ્ટર રુદ્રા પ્લીઝ ચાલો જીપ તમને એરપોર્ટ સુધી છોડી દેશે" એક પોલીસ જવાને આગળ આવતા કહ્યું. "પણ તમને કઈ રીતે જાણ થઈ?" "હોટલના મેનેજરે મને કોલ કર્યો હતો." "થેન્ક યુ પણ એની જરૂર નથી" "મિસ્ટર રુદ્રા અમે નથી ઇચ્છતા કે શહેરમાં બીજે ક્યાંય ટ્રાફિક થાય" "ઓકે મને કોઈ પ્રોબ્લેમ નથી."રુદ્રાએ દિયા તરફ જોયું.તે સ્થિતપ્રજ્ઞ મુદ્રામાં ઉભી