"સાંભળ,ગયા રવિવારે રવિએ મને પ્રપોઝ કરી હતી" દિયાએ એકશ્વાસે બોલતા કહ્યું. "વોટ" રુદ્રા સમજી નહોતો શકતો કે દિયા શુ બોલી રહી છે.તે કઇ પણ બોલ્યા વગર દિયા સામે જોઈ રહ્યો.તે નહોતો જાણતો કે તેને શુ કહેવુ જોઈએ તેને આવી કોઈ વાતની અપેક્ષા નહોતી રાખી.થોડીવાર ત્યાં શાંતિ છવાઈ. રુદ્રા હજી દિયા સામે જોઈ રહ્યો હતો.તેને દિયા પસંદ હતી કે નહોતી તે રુદ્રા પોતે પણ નહોતો જાણતો,પણ તેને અંદરથી જ એક મોટો ઝટકો લાગ્યો હતો.રુદ્રાને આમ ચૂપ જોઈ દિયા થોડી ખચકાય હતી.રુદ્રાએ તે નોંધ્યું હતું એટલે તે બોલ્યો "તો,તે આઈ મીન...શુ જવાબ આપ્યો?" "તને શું લાગે