પ્રકરણ:16 "હાલો,રુદ્રા? હું દિયા બોલું છું" સામેથી અવાજ આવ્યો. "હા બોલ,હજી નમ્બર ડીલીટ નથી કર્યો" રુદ્રાએ રુક્ષતાથી કહ્યું. "અરે સોરી યાર ગુસ્સો ન કર" દિયાએ કહ્યું. "ના,ના એવી કોઈ વાત નથી.બોલ ટ્રેડિંગ કેવી ચાલે છે?" "એ તો મેં એક વર્ષ પહેલાં જ છોડી દીધી,મેં તને કહ્યું નહોતું? કદાચ ભૂલી ગઈ હોઈશ" "વોટ? પણ કેમ? તારો પોર્ટફોલિયો પચીસ લાખ નજીક પહોંચ્યો હતો અને તે?" "પહોંચ્યો હતો પણ છેલ્લા બીટકોઈન ક્રેશમાં તે અડધો થઈ ગયો" " સાવ બેવકૂફી કરી એવા ક્રેશ પહેલા નથી આવ્યા?