પ્રકરણ:12 રુદ્ર એક રીક્ષામાં સ્ટ્રીટ કેફેએ પહોંચ્યો હતો.તે દિયા નજીક ગયો અને કહ્યું "બહાર કેમ ઉભી છો?ચાલ અંદર" "રુદ્ર તું જાણે છે ને કે અત્યારે આ રીતે પૈસા વેડફવા ઠીક નથી" દિયાએ રુદ્ર સામે જોઈને કહ્યું. "મેં તેનો ઈંતજામ કરી લીધો છે તું એની ચિંતા ન કર" રુદ્રએ કહ્યું. "ઠીક છે પણ તું કાલે આખો દિવસ ક્યાં હતો? શુ કરતો હતો?" દિયાએ કહ્યું. "દિયા,બધું કહું છું પણ પેલા અંદર બેસીએ" રુદ્રએ અંદર જતા કહ્યું.દિયા તેની પાછળ ચાલી.રુદ્રએ કેફેમાં નજર કરી.કેફેમાં ઠીકઠાક લોકો હતા.સવારનો સમય