પ્રકરણ:11 તેને ઓરડો ખોલ્યો.નાના મોટા બદલાવ સિવાય આજે પણ તે એજ હાલતમાં હતો.ફર્ક બસ એટલો હતો કે જરૂરી સમાન લઈ જવામાં આવ્યો હતો.આથી તે થોડો ખાલી અને મોટો લાગી રહ્યો હતો.તેને પટારા સામે જોયું,તે તેની મૂળ જગ્યાએ જ હતો.તેને નજીક જઈને તેને ખોલ્યો.થોડી જામેલી ધૂળ આળસ મરડીને ઉભી થઇ.રુદ્રને થોડી ઉધરસ આવી.તેને તે કાગળ પટારામાં સૌથી નીચે મૂક્યુ હતું.તેને થોડા જુના કડપા ઉઠેલ્યા.તેના નજરમાં એક કાગળ આવ્યું.તેના મુખ પર સ્મિત આવ્યું અને તેને તે કાગળ હાથમાં લીધું.તેને તે કાગળ ખોલ્યું.તેમાં રહેલા શબ્દો વાંચી તે થોડો નિરાશ થયો.તેમાં રહેલા અક્ષરો સમય સાથે આછા અને ભેજના લીધે ધૂંધળા