મિસ્ટર બીટકોઈન - 10

   પ્રકરણ:10વર્તમાન સમય      રુદ્ર બકડા પરથી સફાળો ઉભો થયો.તેના પોતાના મનમાં શુ ભાવ હતા તે પોતે નહોતો સમજી શકતો.તેના માથામાં થતું દર્દ હવે એકદમ શાંત થઈ ગયું હતું.તેનું માથું જે થોડીવાર પહેલા કોઈ ભારે ઘણ જેવું હતું તે હવે હળવું ફૂલ થઈ ગયું હતું.તેને ધીરે ધીરે કળ વળી રહી હતી કે તેની એક ખૂબ મહત્વપૂર્ણ યાદ આજે તેને અચાનક જ યાદ આવી હતી. તેને મહેન્દ્રના મારની માથા પરની ઇજા અને દિયાના વીડીયોના લીધે આજે તેને એક એવો ભૂતકાળ યાદ આવ્યો હતો જે તેની જિંદગી બદલી શકે એમ હતો.તેને બીટકોઇનનો ભાવ ચેક કર્યો તે લગભગ પચાસ હજાર ડોલર એટલે