પ્રકરણ 9 સાડા દસ થયા.બીટકોઇન લાઈવ થઈ ગયો હતો અને ભાવ 0.0008 ડોલર આવી રહ્યો હતો.રુદ્રએ તરત એક્શન લીધી,અને મોઇનપલ પર તેને 130 ડોલરના બીટકોઇન બાય કરવાનો ઓર્ડર લગાવી,પોતાના બીટકોઇન વોલેટનું એડ્રેસ નાખ્યું.લગભગ પાંચેક મિનિટમાં તે ઓર્ડર સક્સેસફૂલ થયો હતો.તેને તેનું બીટકોઇન વોલેટ રિકવરી કોડ થતા પાસવર્ડ નાખી ખોલીને રાખ્યું.તેમાં તેને લગભગ દસેક મિનિટ જેવી રાહ જોવી પડી.ત્યાર બાદ તેનું બેલેન્સ અપડેટ થયું અને તેમાં લગભગ એક લાખ બાસઠ હજાર પાંચસો(1,62,500) બીટકોઇન ડિપોઝિટ થયા.રુદ્રને લગભગ આજ જેટલી ખુશી કોઈ દિવસ નહોતી થઈ.આ તેનું પહેલું ઇન્વેસ્ટમેન્ટ હતું.તેને એવી કોઈ લાલચ નોહતી કે તેના રૂપિયા રાતોરાત ડબલ થઈ જાય,તેમ