જૂન,2010 એક લગભગ છ વર્ષનું બાળક હાથમાં ઇકોનોમિક ટાઈમ્સ લઈને બેઠું હતું.તે તેના પેઈજને કોઈ નિષ્ણાતની જેમ વાંચી રહ્યો હતો.તે તેના એક એક આર્ટીકલને ધ્યાનથી જોઈ રહ્યો હતો. "ઓહ રુદ્ર તું ફરી ઇ.ટી(ઇકોનોમિક ટાઈમ્સ) લઈને બેસી ગયો.તને આમાં શુ સમજાય છે મને તો એજ સમજાતું નથી." રુદ્રના મમ્મી વનિતાબહેને કહ્યું. "અરે વાંચવા દે ને એને જે વાંચવું હોય તે.ડોકટરે તેને જે વાંચવું હોય જે કરવું હોય તે કરવા દેવા માટે સમજાવ્યું છે ને!" રુદ્રના પપ્પા મહેશભાઈએ કહ્યું. "પપ્પા મને તો આમાં બધું સમજાય છે.આ જુઓ આપણું સ્ટોક માર્કેટ