મિસ્ટર બીટકોઈન - 6

  • 148
  • 2
  • 54

પ્રકરણ 6        લગભગ રાતના એક વાગ્યા હતા.સમગ્ર માનવજીવન થાકી હારીને સુઈ ગયુ હતું.કોઈ કાલની નવી આશા સાથે તો કોઈ પોતાના થકાવી દેનારા કામની નિરાશાથી.ગમે તે કહો પણ લોકો દિવસભરનો થાક,નિરાશા,દુઃખ,સુખ કે કોઈ પણ ભાવ રાત્રીને સોંપીને કોઈ મદમસ્ત,બેફિકર હાથીની જેમ ઊંઘની સોડમાં લીપાઈ જાય છે.તો ઘણાને આ ઊંઘરૂપી અમૃત પણ દોયલું હોય છે.તો ઘણા આ અમૃતનું વધારે પાન કરીને તેને ઝેર બનાવી દે છે.          ઘણા એવું કહે છે અમીર વ્યક્તિઓ ચાર કલાક જ સુવે છે.પણ કદાચ એવું નથી હોતું.મેં જેટલા પણ અમીર વ્યક્તિઓ વિશે સાંભળ્યું છે,તેમની જીવની વાંચી છે, તે ઓછામાં ઓછી સાત