પ્રકરણ 5 "મારા પપ્પાને પણ એમને તો ખુદને નથી ખબર" રુદ્રએ કહ્યું. રુદ્રનો ગુસ્સો હવે આશ્ચર્યમા ફેરવાયો હતો. "હા મને થોડીવાર પહેલા જ મયંકે વાતવાતમાં કહ્યું હતું,અને મને લાગ્યું કે તારા પપ્પાને જાણવું જરૂરી છે.જો ભાઈ એક વાત કહું મને કોઈ ફરક નથી પડતો કે તું જુગાર રમે કે સટ્ટો,પણ ગૃહપતિ તરીકે મારી ફરજ છે કે તમારા ભવિષ્યને લગતી તમામ વાતો તમારા વાલીને કરું. તારા પપ્પા ખૂબ ગુસ્સામાં છે લે વાત કર"કહી મહેન્દ્રએ ફોન ડાયલ કરી તેને આપ્યો. "હાલો પપ્પા"રુદ્રએ સહેજ કાપતા અવાજે કહ્યું.તે જાણતો હતો કે તેના પપ્પાને આ વાતની જાણ થવાનો