પ્રકરણ 4 રુદ્ર જ્યારે કપડાં બદલીને સ્કૂલ પહોંચ્યો ત્યારે ઓલરેડી દસેક મિનિટ મોડું થઈ ગયું હતું.અત્યારે એક આરાધના મેમનો બાયોલોજીનો લેક્ચર ચાલુ હતો.તેના નસીબ સારા હતા કે મેડમે કોઈ પણ જાતના સવાલ વગર તેને બેસવા દીધો.તેનું મન અત્યારે ભણવા તરફ બિલકુલ નહોતું લાગી રહ્યું.મેડમ અત્યારે એનિમલ કિંગડમ ભણાવી રહ્યા હતા અને રુદ્રનું મગજ ચકરાવે ચડ્યું હતું.તેને આજ જેટલી હાડમારી ક્યારેય નહોતી ભોગવી એવું નહોતું,પરંતુ આજે તેને કઇક અલગ જ બેચેની થતી હતી.તે આ ભાગતી દુનિયા અને કોન્ક્રીટના જંગલોને છોડી કોઈ સાપુતારા,ગીર કે પંચમઢી જેવા હિલસ્ટેશન પર જઈ બાહો ફેલાવીને ઉભેલી પ્રકૃતિને ભેટવા માંગતો હતો.તે કલાકો સુધી