ભાભા હવે મુંજાયા હતા. ભેંસના શીંઘડા જેવી સ્કીમમાં પગ નાંખતા નખાઈ ગયો હતો. તખુભાને હા પાડતા પડાઈ ગઈ ને તખુભા હવે જળોની જેમ ચોંટયા હતા. પૂછ્યા વગર જ તખુભાએ ફોર્મ ભરી દીધું હતું અને હવે બે લાખની ઉઘરાણી કરી રહ્યા હતા. બાબાથી છુપાવીને આ કામ કર્યું હતું એટલે બાબો પણ ખિજાવાનો હતો. હવે હુકમચંદને રોકવો જ પડે એમ હતો. ભાભા તરત જ હુકમચંદના ઘરે જવા ઉપડ્યા. ભાભા હુકમચંદના ઘરે પહોંચ્યા પણ હુકમચંદ ઘરે નહોતો. એની પત્નીએ પાણી આપીને ભાભાને બેસાડ્યા."બેન, હુકમચંદ મારો ફોન ઉપાડતા નથી. તમે જરીક ફોન કરીને મને આપો; મારે એમનું ખાસ કામ છે." ભાભાએ હુકમચંદની પત્નીને કહ્યું. હુકમચંદની પત્નીએ