પ્રકરણ 2 "હેય ગુડ મોર્નિંગ રુદ્ર" અવિનાશે રૂમમાં પ્રવેશતા કહ્યું,તે સ્નાન કરીને અત્યારે જ રૂમમાં પ્રવેશ્યો હતો. "ગુડ મોર્નિંગ અવિ" રુદ્રએ જે બૂક વાંચી રહ્યો હતો તેમાંથી નજર ઉંચી કરી કહ્યું.તે નાહી ધોહીને ક્યારનો તૈયાર થઈ ગયો હતો. "શુ કેમેસ્ટ્રી વાચી રહ્યો છું?" અવિનાશે તેના કપડાં પહેરતા કહ્યું. "અરે નહિ નહિ! આટલી સવારમાં જો હું કેમેસ્ટ્રી વાંચીશ તો મારા મગજમાં કેમિકલ લોચા થઈ જશે,તેના અણવીય,સંયોજક અને ધાત્વિય બોન્ડ વચ્ચે મારા બોન્ડ બગડી જશે અને તેના મિથેન,ઈથેન,પ્રોપેન,બ્યુટેન,પેન્ટનના કાર્બન હાઇડ્રોજન યાદ કરવામાં મારુ ગણિત ગોટે ચડી જશે" રુદ્રએ એકશ્વાસે કહ્યું.