મમ્મીએ તમને જમીનના પૈસા આપી દીધા પણ તમે ના પાડી કે ના તું એ રાખ. એમની ઘણી ના છતાં તમે એમને એ પૈસા આપી દીધા હતા. ધીરે ધીરે બધું સારું ચાલતું હતું. મારા ઘરે પણ બધું સારું જ હતું. ઘર સંભાળતા સંભાળતા એટલું તો હું બચાવી જ લેતી કે દિકરો બિમાર થાય કે સ્કૂટરનો ખર્ચો આવે તો મારે કોઈ પાસે માગવા ન જવું પડે. વચ્ચે વચ્ચે બેન પણ ઘરે રહેવા ગયા. બેન આવે ત્યારે મમ્મી જેમ ભાણિયાઓ માટે નાસ્તો, ફળ વગેરે લઈ આવતી. કોઈ દિવસ બેન કે મમ્મીને ઓછું આવે એવું જરા પણ ન કરતી. જે રીતે સિઝન પ્રમાણે મમ્મી