પ્રેમ આરાધના.. ઉપાસના.. તપ.. તપશ્ચર્યા...ઈશ્વરનો સાક્ષાત્કાર એ પ્રેમપૂર્તિ.. સમર્પણ થયાં પછીની મોક્ષ સંતૃપ્તિ..પ્રેમમાં તપ તપશ્ચર્યા.. ઉપાસના આરાધના એટલે પ્રિયજનની તરસ.. એનો લગાવ.. કાળજે ચોંટેલી... ભીંજાયેલી લાગણી.. કદર.. કાળજી.. એક નજર જોવાની પ્યાસ.. બસ.. એનું જ રટણ એની જ તાલાવેલી.. મેળવી લેવાની ચાહ..હાથમાં હાથ પરોવાયેલા હોય નજર એક થઈ હોય હૃદય આનંદથી ઉછળી રહ્યું હોય પામી જવાની અતૃપ્ત ચાહ હોય... બસ પ્રિયજનનો રૂબરૂ સાથ હોય...લાલ ગુલાબ જેવાં હોઠ ચાહત ભીનાં હોય.. રસ ઝરતો સ્વાદ અમૃત બને હોઠથી હોઠ પીવાતાં હોય.. સોમરસની કોઈ તમા ના હોય.. એકમેકમાં સમાઈ જવાની ઉત્તજનાનું બળ હોય.. ઉમાંશીવનું મિલન હોય.. કામદેવની કરામત હોય.. બેઉ દિલ સંતૃપ્તાની હદ