નિતુ - પ્રકરણ 119

  • 314
  • 162

નિતુ : ૧૧૯ (મુલાકાત) નિતુ પોતાના જીવનમાં જે શાંતિ અને સારપની આશાએ બેઠી હતી. એ એના માટે એક સ્વપ્ન બની જવાના ડર સાથે પલ્ટો મારશે, એવું એણે સ્વપ્નમાં પણ ન્હોતું વિચાર્યું. અલમારીમાં જોયેલી પેન્ડિંગ ફાઈલે એને હચમચાવી દીધી હતી. સમય સાથે એનો તાલ નહોતો રહ્યો. જે વિદ્યા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવા લાગી, એ વિદ્યા એનાથી કોઈ વાત છુપાવી રહી છે. એવું એ માની જ નહોતી શકતી.પાર્કિંગમાં કોઈ હાજર નહોતું. એકલ થવા એ ત્યાં જતી રહી અને ચોધાર આંસુડે રડી પડી. મેનેજર બનવાની ખુશી હતી, પણ મેનેજર બનતાની સાથે તોફાન ઉઠશે એ ધાર્યા બહારનું થઈ ગયું. વિદ્યા માટે સવાલો હતા,