સમય, માનવી અને કુદરતનો અનંત સંગમ

  • 222
  • 76

સમય બનાવનારને થોડો સમય આપીને જુઓ, એ તમારો સમય બદલી દેશે. આપણા માનવ શરીરની રચના ખરેખર એક અદ્ભુત ઓટો-સિસ્ટમ છે. વિશ્વના મહાન વૈજ્ઞાનિકોએ અઢળક યંત્રો બનાવ્યા, પણ કુદરતે સર્જેલી આ રચના જેવું કશું જ બનાવી શક્યા નહીં. કદાચ યંત્રોને ઓટો-સિસ્ટમ બનાવી દીધા હોય, છતાં કર્મના સિદ્ધાંતની ગૂઢ રચના કોઈ ઉકેલી શક્યું નથી. મનના તરંગોને કોઈ પકડી શક્યું નથી. દરેક મસ્તિષ્કમાં અલગ તરંગો, દરેક પળે બદલાતા તરંગો; દરેકની વિચારધારા અલગ, દરેકની પદ્ધતિ અલગ. છતાં કર્મનો હિસાબ પદ્ધતિસર થાય છે, દરેકને તેના કર્મનું ફળ મળે છે, પાપ-પુણ્યનો હિસાબ થાય છે. આધ્યાત્મિક ભાવ અલગ હોય છે, નીતિ-નિયમો અલગ હોય છે, અને ચતુરની ચતુરાઈ