મારુ ઘર, મારી નિયતિ છે - 14

  • 296
  • 126

ભાગ 14આગળ આપણે જોઈ ગયા કે કેસી ક્યાંક જતી રહે છે. હવે આગળ...કેસી મીરાને કહ્યા વગર વિજયાબેન પાસે જાય છે. કેસી વિજયાબેનના ઘરે જઈને તેમને કહે છે કે મારે તમારી સાથે કંઈક મહત્ત્વની વાત કરવી છે. વિજયાબેન કહે છે, "કેસી, હવે તારે શું મારી સાથે વાત કરવી છે? બધું પતી તો ગયું. તેં તારી મરજીનું કર્યું. હવે તારે શું જોઈએ છે મારી પાસે? તું અહીં શા માટે આવી છે?"કેસી કહે છે, "આકાશની મીરા સાથે સગાઈની વાત મેં માનવ અને તેના પરિવારથી છુપાવી છે."વિજયાબેન કેસીને કહે છે, "તો એ વાતનો મારી સાથે શું સંબંધ છે, તે તું મને કહીશ? તારે શું