ચોમાસાના આગમનથી વાતાવરણમાં કંઈ અલગ જ અનુભૂતિ હતી. સુંદર સવારે શૌર્ય વહેલો ઉઠી તૈયાર થઈ નાસ્તા ની ટેબલ તરફ આવી રહ્યો હતો. ગરમા ગરમ બનતી ચા અને નાસ્તાની ખુશ્બુ એ વાતાવરણ આનંદમય બનાવી દીધું હતું. એ જ સમયે, ઋષીકા ઘરના મુખ્ય દરવાજે પ્રવેશે છે.ઋષીકા: ગુડ મોર્નિંગ, શૌર્ય!શૌર્ય (હલકી ઝાંખી સાથે):ગુડ મોર્નિંગ! તું આજે એટલી વહેલી આવી?(ઋષીકા હળવી સ્મિત સાથે) હા! મને થયું કે આજે તને ઘરે આવી ને મળું. એટલે આવતી રહી. કેમ તને ના ગમ્યું મારું આવવું?શૌર્ય: (હળવી સ્મિત આપી, આરામદાયક અવાજમાં):તું આવે અને મને ના ગમે, એવું ક્યારેય બની શકે? તારા આવવા થી તો મારી મોર્નિંગ