અને જૂહીએ પોતાનો નાજુક નમણો હાથ લવના મજબૂત, ભરાવદાર હાથમાં મૂક્યો..બંનેને આજે એક સારો મિત્ર મળ્યાંની અનહદ ખુશી હતી...આજે જૂહી અને લવ બંને મનમાં એકબીજાને માટે માન પ્રેમ અને લાગણી અનુભવી રહ્યા હતા...કદાચ એકબીજાને સમજવા માટે અને જજ કરવા માટે આટલું કાફી હતું...બંનેની મસ્તીભરી સફર આગળ ચાલી રહી હતી અને એટલામાં લવની ગાડીએ ગાંધી આશ્રમ ક્રોશ કર્યું એટલે જૂહીએ તેને ત્યાં થોભી જવા કહ્યું...લવે પોતાની ગાડી પાર્ક કરી અને બંને જણાં ગાંધી આશ્રમની મુલાકાત લેવા માટે અંદર પ્રવેશ લીધો...લવ જૂહીને પૂછી રહ્યો હતો, "તમે અહીંયા પહેલાં આવેલા છો?""ના, ક્યારેય નહીં હં... અમદાવાદમાં શું શું જોવાનું છે તેની મને ખબર છે