આજની યુવા પેઢી ઝડપથી આગળ વધવા ઈચ્છે છે. દરેક વસ્તુ તરત જોઈએ છે – સફળતા, પ્રેમ, ઓળખ, અને જીવનની સ્થિરતા પણ. પણ સવાલ એ છે કે શું જીવન ખરેખર એટલી જલ્દી આપતું હોય છે? શું બધું તરત મેળવવાથી એ ટકાઉ રહે છે?જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે, તેમ જીવનથી જોડાયેલા ઘણા મૂલ્યો પાછળ છૂટી રહ્યા છે. આજે જો કોઈ યુવાનને મેસેજનો તરત જવાબ ન મળે, તો મનમાં શંકા, ગુસ્સો કે વ્યથાનો અભિભાવ થાય છે. સંબંધો હવે સહનશીલતાની પરિક્ષા ઓછા અને ઇગ્નોર લિસ્ટ વધુ બની ગયા છે. લોકો આગળ બોલવાને બદલે “ડિલિટ” કે “બ્લોક” કરવા જ વધુ તૈયાર હોય છે.સોશિયલ