ચશ્મા

  • 280
  • 94

એક લોકલ ગાડી જસ્ટ ઉપડવાની તૈયારીમાં જ હતી,કે એક છોકરી દોડતી દોડતી આવી અને ગાડીમાં બેસી ગઈ. તે દોડીને થાકી ગયેલી હતી, ગાડી બેસી જતાં જ તેણે હાશ અનુભવ્યો, બોટલ માંથી ઠંડુ પાણી પીધું અને કાનમાં એરપોડ્સ નાખી દીધાં.પોતાની પ્લેલીસ્ટ માંથી ગીતો સાંભળવા લાગી આમ તો એ દરરોજ એવું જ કરતી — છેલ્લું સ્ટોપ પર ઉતરવાનું હોય, લાંબો સમય હોય,આથી તે રાહત થઈ મુસાફરીની મજા માણતી અને પોતાની દુનિયામાં ખોવાયેલી રહેતી. પરંતુ આજ કંઈક અલગ લાગતું હતું,આજની હવા જ કઈક અલગ વાર્તાતી હતી, એની નજર સામેની સીટ પર બેઠેલી દાદીમાં અટવાઈ ગઈ હતી. સામાન્ય રીતે છોકરી ક્યારેય આવું ધ્યાન આપતી નહીં,