આરોહી ક્યારની સાર્થકના કોલ ની રાહ જોય રહી હતી પણ સાર્થક એના થી એટલો ગુસ્સો હતો કે તે તેનો કોલ જ ઉપાડતો ના હતો . આમ તો બને વચ્ચે અપાર પ્રેમ પણ કોઈ નાની એવી વાત ને લઈને બને વચ્ચે ઝઘડો થયો હતો . આરોહી સાર્થક સાથે વાત કરવા માટે તલપાપડ થઈ રહી હતી . આરોહી કોલ ઉપર કોલ કરી રહી હતી એટલે સાર્થક એ ના છૂટકે તેનો કોલ રીસિવ કરવો પડ્યો . સર્થકના કોલ ઉપડવાં ની સાથે જાણે આરોહી માં જીવ જ આવી ગયો તેને એક પણ સેકન્ડ વેસ્ટ કર્યા વિના કોલ ઉપાડ્યો .