માલિક

  • 184
  • 54

માલિક- રાકેશ ઠક્કર          રાજકુમાર રાવનો ગેંગસ્ટર તરીકેનો અવતાર શક્તિશાળી છે પણ 'માલિક' એક માસ્ટરપીસ ફિલ્મ બનવામાં સફળ થતી નથી. કેમકે ‘માલિક’ની વાર્તા એવી છે કે એને કોઈપણ લખી શકે એમ હતું! એટલું સારું છે કે ફિલ્મ ‘માલિક’ ફહાદ ફાઝિલની મલયાલમ ફિલ્મની રીમેક નથી. ચર્ચા ઘણી હતી પણ બંને ફિલ્મોનો એકબીજા સાથે કોઈ સંબંધ નથી. આ ફિલ્મ અલ્હાબાદની વાસ્તવિક ગેંગવોરથી થોડી પ્રેરિત છે. ફિલ્મમાં રક્તપાત, બદલો, અપમાન, અભિમાન, પાપ-પુણ્ય અને છેતરપિંડીની વાર્તા છે. જેમાં ફિલ્મના હીરોને હીરો કહેવો જોઈએ કે ખલનાયક એ સમજાતું નથી. એમાં કશું અલગ પણ નથી. દરેક ગેંગસ્ટર ફિલ્મની વાર્તા જેવી જ છે. આવી બીજી ફિલ્મોના 3 કલાક 2 કલાક જેવા લાગે છે ત્યારે ‘માલિક’ ના