અવિરત પ્રેમની અનુભૂતિ...સતત સંઘર્ષ સાથેની યાત્રા...અવિરત પ્રેમની અનુભૂતિ.. કોઈ વચન આપવા લેવાની વૃત્તિ નહીં બસ નિરંતર પ્રેમ વિશ્વાશની યાત્રા..આકર્ષણ અપાકર્ષણની ક્રિયામાંથી પસાર થયાં પછીની સ્થિરતા.. ક્યાંક કોઈ અછડતો સ્પર્શતો અસંતોષ.. કોઈ શંકાના શિકાર.. ઉભો થતો સંઘર્ષ.. વિખવાદ.. કકળાટ... કંકાસ.. આ ઘટતી ઘટનાઓનો આમ સ્વીકાર.. પરંતુ શોધવો પડે એ સમયે પ્રેમનો એહસાસ.. સામાન્ય પ્રેમજીવન કે લગ્નજીવનની આ સુરખીઓ.. બધાંય પ્રેમનાં રોમાંચ રોમાન્સ પૂરાં થઈ ગયાં પછી ઉદભવતી કોઈ અદ્રશ્ય ઉદાસી નીરસતા.. ના કોઈ ઉપચાર ના ઉપાય..સ્ત્રી કે પુરુષ શોધતો રહે અસંતોષનું કારણ ભોગવેલી નિકટતા.. એકરૂપતા..શરીર સુખ એની ભૂખ.. મન શરીર જોઈએ છે શું માંગે છે શું? બતાવે છે શું? હકીકત સ્વીકારવા