અટલ ટનલ, સ્પીતિમારા ગુડગાંવ સ્થિત પુત્રે એપ્રિલ 2025 માં મનાલી અને સાથે અટલ ટનલ દ્વારા લાહુલ સ્પીતિ ની મુલાકાત લીધી. આ વર્ણન તેણે કર્યા મુજબ છે. ચાલો આપણે પણ તે સ્થળની મુલાકાત લઈએ.મનાલી મુક્યા પછી થોડી જ વારમાં રસ્તાની બેય બાજુ સ્નો એટલે બરફ ખરો પણ સફેદ ભૂકા જેવો, તેની ચાદર આવતી રહી.રસ્તા પર પણ ક્યાંક કાળો ડામર તો ક્યાંક સફેદ બરફનું લેયર આવતું રહ્યું. વાહનો સાચવીને, નિર્ધારિત ઝડપે અને એકબીજાથી યોગ્ય અંતર રાખી જતાં હતાં.એક જગ્યાએ થોડી જ મિનિટ કાર ઊભી. બહાર તો પૂરા કવર થયા વગર નીકળાય એમ જ ન હતું. હા, ઠંડી ખૂબ હતી પણ પવન નહીં. આગળ