નેતૃત્વના પાઠ મહાસાગર પાસેથી...!

નેતૃત્વના પાઠ મહાસાગર પાસેથી...!!!.         મહાસાગર પાસેથી નેતૃત્વના બહુ જ ઉપયોગી પાઠ શીખી શકાય તેમ છે. મહાસાગર પાસેથી શીખવા મળતા નેતૃત્વના ગુણોમાં દરિયાદિલી , અસીમતા, ઊંડાણ, પરિવર્તનશીલતા, સ્થિતપ્રજ્ઞતા જેવાની ચર્ચા કરીએ...(૦૧) દરિયાદિલી : વ્યક્તિને જેટલી વ્યાપક સફળતા મળે એટલું સફળ વ્યક્તિએ વિશાળ દિલ રાખવું જોઈએ એ જ સૌથી મોટો પાઠ મહાસાગરમાંથી શીખવાનો છે. કર્મચારીઓ – સાથીદારોનો વિશ્વાસ જીતવા અને તેમને સાથે લઈને ચાલવા માટે લીડરે સ્વહિત અને સંકુચિતતાનો વિચાર છોડીને તમામના હિતનો વિચાર કરવો જોઈએ. લીડર તરીકે નાની-નાની વાતોને અવગણીને મોટું મન રાખીને સાથીદારોને માફ કરવાનું વલણ રાખવું જરૂરી છે. મહાસાગર જેમ નદી-નાળા સૌને જેવા છે તેવા (પ્રદુષિત હોય