૧૯૬૦માં રેડિયો તરંગો ઝીલીને અવકાશી બઘ્ધિશાળી જીવને શોધવાનો પ્રયોગ શરૂ થયો તે અરસામાં જ એટલે કે ૧૯૬૧માં તેમાના જ એક વિજ્ઞાનીએ કહ્યું કે ૧.૫ ગીગા હર્ટઝની ફ્રીકવન્સીવાળા રેડિયો તરંગો જેમ વાતાવરણ ભેદીને પૃથ્વી પર પહોંચી શકે છે તેમ પ્રકાશના તરંગો પણ પહોંચી શકે છે.ઘડીભર કલ્પના કરી લઇએ. જેવી રીતે આપણાં સૂર્યને ગ્રહમાળા છે. તેવી રીતે કોઈ અન્ય તારાને પણ ગ્રહમાળા છે. આ તારો તેની ગ્રહમાળાનો સૂર્ય જ છે. જેવી રીતે આપણાં સૂર્યની ગ્રહવાળાનો એક ગ્રહ પૃથ્વી છે જ્યાં જીવન પાંગર્યું છે. તેવી રીતે આ તારાની ગ્રહમાળાના કોઈ ગ્રહ પર આપણાં કરતાં લાખો વર્ષો પૂર્વે જીવન પાંગર્યું છે. ત્યાં આજે જીવન