મને એ દિવસે વિચાર આવ્યો કે પગાર તો મમ્મી લઈ લેતા હતા. અમને જરૂર પડતાં જ રૂપિયા ગણીને આપતા હતા. તો શું એમને લાઇટબીલ આવશે એવી ખબર નહીં હોય ? એમણે લાઈટબીલ માટે પૈસા ન રાખ્યા હોય ? પણ હવે એ વિચાર કરવાનો કંઈ અર્થ ન હતો કારણ કે એમને આ વિશે પૂછવાની હિંમત તો હું કરી જ ન શકું અને તમે એમને એ પૂછવાના હતા નહીં. એ વખતે તો કાકીને ત્યાંથી રૂપિયા લાવીને લાઈટબીલ ભરી દીધું હતું. હવે મારે એ વિચારવાનું હતું કે બીજું લાઈટબીલ આવે તે પહેલાં એ બીલ જેટલા પૈસા મારે મારી પાસે રાખવાના હતા અને ઘર