મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 28

  • 152

બાબાએ ડોકટરનો મેસેજ જોયો. ડોકટરે કલાક પછી ફોન કરવાનું લખ્યું હતું. બાબાએ મેસેજનો સમય જોયો તો અડધા કલાક જેવું થયું હતું. બાબાએ કલાક રાહ જોયા વગર તરત જ ડોક્ટરને કોલ લગાડ્યો. પણ ડોકટરનો ફોન સ્વીચઓફ આવતો હતો. બાબાના પેટમાં ફાળ પડી. તરત જ એણે ટેમુને ફોન લગાવીને ડોકટરના મેસેજની વાત કરી."ચાલ હું આવું છું; આપણે જગા ભરવાડના ઘરે તપાસ કરીએ." ટેમુએ કહ્યું.થોડીવારમાં જ ટેમુ એની એઈટી લઈને બાબાના ઘરે આવ્યો. એ વખતે બપોરના બે વાગી ગયા હતા.  ગામની બહાર ભરવાડવાસમાં ટેમુ અને બાબો જગાના ઝાંપા પાસે આવ્યા. જગાની જીપ ત્યાં જ પડી હતી. ઓસરીમાં બેઠેલા ડોકટર ટેમુ અને બાબાને જોઈ