નંદિની...એક પ્રેમકથા - ભાગ 19

     ટ્રેન ધીમે ધીમે દોડતી રહી... નંદિનીને ઘરની લલકાર જેમ જેમ નજીક આવી રહી હતી તેમ તેમ હ્રદયમાં અનોખી શાંતિ વ્યાપી રહી હતી. વારંવાર બારીમાંથી બહાર જોતી. ખેતરો, વૃક્ષો અને હળવાં ધુંધળા ગામડાં પસાર થતા જોઈ રહી હતી. આ મજબૂત અને આત્મનિર્ભર યુવતીની અંદર પણ એક નાનકડી બાળકી હતી,જે પોતાના ઘરના આંગણે રહી માતા પિતા ના "હેત" માટે તરસી રહી હતી.અંતે ટ્રેન સ્ટેશન આવી પહોંચે છે. નંદિનીની આંખો ખુશીથી ચમકી ઉઠે છે. પ્લેટફોર્મ પર ઉતરી ટેક્સી કરી ઘરે જવા નીકળી ગઈ. ઘરે પહોંચી માં બાપુ મને જોશે તો ખુબ ખુશ થશે. ટેક્સી આંગણે ઊભી રહી, નંદિની અંદર થી ઊતરે છે. નંદન