આસપાસની બધી જ જગ્યાઓમાં નિલક્રિષ્ના ફરી વળી હતી. આટલાં સમયમાં ના એને ભુખ લાગી કે ના થાકનો કોઈ અહેસાસ થયો. અને સવારથી સાંજ કેમ નિકળી ગઈ એને ખબર પણ ના પડી. સંધ્યાનો સમય થવા આવ્યો હતો. આજ સોનેરી ચુંદડી ઓઢેલી હોય એવી ધરતી ખુશખુશાલ દેખાતી હતી. ત્રિવેણીએ શંખલાની સુંદર બજારની છબી ત્યાંથી આવતા જતાં હર કોઈની આંખમાં છપાતી જતી હતી. હજુ રેલવે સ્ટેશનથી અનેક સહેલાણીઓથી ભરેલી ઘોડાગાડીઓ ત્રિવેણીએ ઠલવાય રહી હતી. દૂરથી તો એનો ચાલક કોણ હોય એ ગોતવુ પણ અઘરું લાગતું હતું. એટલી ઠસોઠસ ઘોડાગાડી ભરેલી હતી કે, જાણે ધેટાં બકરાંનું ઝૂંડ ઉપરા ઉપરી ગોઠવેલું હોય એવું લાગી રહ્યું