બેદરકારી

(200)
  • 858
  • 1
  • 274

આપણા રાજ્યનું એક નાનકડું ગામ. આ ગામ ખૂબ સારો વિકાસ પામેલું હતું અને અહીં સંપ પણ એવો જ. ઈશ્વર તરફથી મળેલી એક સ્વર્ણિમ ભેટ કહો, તો એ ગામ નદીના કાંઠે વસેલું હતું. આમ તો નદીમાં નીર બહુ ઓછા રહેતા, પણ ચોમાસામાં નદી છલોછલ થઈ જતી. આ નદી સુધી જવા માટે ગામની એક મોટી શેરીમાંથી માર્ગ નીકળતો અને આગળ ઢોળાવ લઈને નદીમાં ભળતો. આવા રૂડા ગામડામાં બધા સંપથી રહેતા અને એકબીજાને મદદ કરતા.આંહી બે મિત્રો ઘણા લાંબા સમય પછી પરત ફરેલા. મનન અને જય, બંને મિત્રો હંમેશા સાથે રહેતા. શહેરમાં ભણવા માટે પણ સાથે ગયા ને આવ્યા ત્યારે પણ સાથે જ