મારા અનુભવો - ભાગ 46

  • 180
  • 1

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 46શિર્ષક:- કાશીમાંલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 46. ."કાશીમાં." સિન્ધી પાઠશાળામાં બે-ત્રણ મહિના રહીને હું કાશી આવ્યો. કાશી પ્રત્યે મારા મનમાં પ્રબળ આકર્ષણ હતું. અઢી-ત્રણ વર્ષ ઉપર આ જ કાશીમાં દંડી સ્વામી સાથે રહ્યો હતો. પણ દંડી સ્વામીની તકેદારીના કારણે બીજો સંપર્ક કરી શક્યો ન હતો. મારે ભણવું હતું. પણ દંડીસ્વામીને ભણવા-ભણાવવામાં રસ ન હતો. એટલે થોડા દિવસ રોકાઈને હું બિહાર-બંગાળ તરફ ચાલ્યો ગયો હતો. હવે ફરી કાશી આવ્યો ત્યારે હું સ્વામી સચ્ચિદાનંદ થઈને આવ્યો હતો. છેલ્લે ત્રણ વર્ષના ગાળામાં મેં કાંઈક જોયું હતું. કાંઈક અનુભવ્યું હતું. કાશીના