વિશ્રામ ગૃહ (ગલગોટી)

  • 504
  • 174

એક દિવસ ગલગોટી, તેની બા અને ભાઈ સાથે તેના નાનાજીની હોટલે જાય છે. આ વાત ત્યારે છે જ્યારે ગલગોટીના મામાના લગ્નને હજી એક-બે વર્ષ જ થયા હશે. મામા અને મામી તેમની દરિયાકિનારાવાળી હોટલે રહેવા જાય છે, ત્યારનો આ પ્રસંગ છે.મુંબઈ જેવા શહેરમાં એકદમ દરિયા સામે 'વિશ્રામ હોટલ' નામની એક જૂની અંગ્રેજ શૈલીની હોટલ આવેલી છે. હોટલને બે માળ છે. નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર અમુક કારણોસર વેચી નાખવામાં આવ્યો હતો, તેથી ઉપરની હોટલમાં જવા માટે પાછળથી એક દાદરો હતો.પાછળના દાદરા પાસે એક નાળિયેરવાળાની નાની હાટડી હતી, જે લીલા નાળિયેર વેચતો હતો. બરાબર તેની સામે, રોડની બીજી તરફ, એક મુસ્લિમ ફેમસ કુલફીવાળાની દુકાન