ભૂલ છે કે નહીં ? - ભાગ 68

  • 212
  • 98

મેં કંઈ પણ વધારે વિચાર્યું નહીં. થોડા દિવસમાં બેન ફરી રહેવા આવ્યા. આ વખતે પણ બેન આવવાના હતા એના આગલા દિવસે મમ્મીએ તમને પૈસા આપ્યા અને કહ્યું કે ભાણિયાઓ માટે ફળ અને નાસ્તા લઈ આવ. તમે લઈ આવ્યા. મેં કે તમે મમ્મીને ક્યારેય એવું નહોતું કહ્યું કે દિકરાની દવા લાવવા પૈસા ન હોય તો ફળ અને નાસ્તા લેવાના પૈસા ક્યાંથી આવે છે ? અરે, કોઈ દિવસ આપણે કોઈ દિવસ આવી વાત અંદરોઅંદર પણ કરી ન હતી. આ વખતે પણ બેન આવીને ગયા અને એ ગયા ત્યારે દર વખતની જેમ મમ્મીએ એમને બે મોટા થેલાં ભરીને આપ્યા હતા. આપણે કોઈ દિવસ