આગળ ના ભાગમાં આપણે જોયું કે નચિકેત અને તેના ફેમિલી બધા આધ્યા ના ઘરે પહોંચી જાય છે હવે આગળ.... જાન આવવા ના સમાચાર થી જાણે આધ્યા ના દિલ માં એક અલગ ડર લાગી રહ્યો હોય છે પોતાના પરિવાર ને મૂકી ને એક અલગ દુનિયામાં જવા નો ડર પોતાના આખા બાળપણ ને પોતાના મમ્મી પપ્પા સાથે વિતાવેલી દરેક ક્ષણ યાદ આવતા જ આખો ની પાંપણ ભીની થઇ ગઈ . નચિકેત નું ખૂબ પ્રેમભર્યું સ્વાગત કરવામાં આવે છે , આધ્યા ના મમ્મી અને પપ્પા પોતાનો કાળજા નો કટકો સોંપવા જઈ રહ્યા છે તેમાં કોઈ કમી આવે