દિકરો બિમાર થયો. તમે નોકરીએ ગયા હતા. મને એમ થયું કે મમ્મી પાસે પૈસા લઉં ને બસમાં ચાલી જાઉં દવા લેવા માટે એટલે તમે આવો ત્યાં સુધીમાં તો હું આવી પણ જાઉં. એટલે મેં મમ્મી પાસે દવા લાવવા માટે પૈસા માગ્યા. મમ્મીએ ફરીથી આ વખતે પણ પૈસા ન આપ્યા. કહી દીધું કે મારી પાસે પૈસા નથી. દિકરાને મેં તાવની દવા તો આપી દીધી હતી પણ પછી એને ઝાડા ઉલ્ટી શરૂ થઈ ગયા. મેં મમ્મીને કહ્યું કે મને ફક્ત બસના ભાડા જેટલા પૈસા આપો. તો મમ્મીએ બસમાં આવવા જવાની ટિકિટ જેટલાં જ પૈસા આપ્યા. મેં વધારે કંઈ વિચાર્યું નહી ને નીકળી